પાણી બદલ્યું. શેમ્પૂ બદલ્યું.
તોય વાળ ખરે, તો કારણ અંદરનું હોઈ શકે.
તમારા લોહીમાં જ જવાબ છે.
સામાન્ય લેબ રિપોર્ટ નથી. તમારા માટેનો પ્લાન, અમદાવાદમાં.
- ઘરે આવીને સેમ્પલ · અમદાવાદ અને ગાંધીનગર
- ભૂખ્યા પેટે રહેવાની જરૂર નથી.
પહેલો વાંક કોનો?
વાળ ખરે એટલે પહેલો વાંક પાણીનો, પ્રદૂષણનો કે બહારના ખાવાનો નીકળે. પછી નવું શેમ્પૂ આવે, નાનીનું બનાવેલું તેલ આવે, નવું શાવર ફિલ્ટર લાગે.
ઘણી વાર કારણ અંદર હોય છે.
પણ ઘણી વાર કારણ શરીરની અંદર હોય છે: Iron જેવા તત્વોની ઊણપ હોય તો વાળના મૂળને પોષણ મળતું નથી.
અમે શું ચેક કરીએ છીએ, સાદી ભાષામાં
-
આયર્નનો સ્ટોક (ફેરિટિન) અને બ્લડ કાઉન્ટ
લેબ "નોર્મલ" કહે, છતાં વાળ માટે ઓછું હોઈ શકે.
-
વિટામિન D અને B12
શાકાહારી ખોરાકમાં આ બે ઘણી વાર ઓછા રહે છે.
-
થાઇરોઇડ (TSH)
થાઇરોઇડમાં થોડો ફેર પણ વાળ પર દેખાઈ શકે.
-
ઝિંક
વાળના મૂળને રોજ જોઈતું એક નાનું પણ જરૂરી તત્વ.
જરૂર હોય તો લેબ એ જ સેમ્પલ પર વધારાના ટેસ્ટ કરે છે. ફાઇનલ ટેસ્ટ લિસ્ટ બુકિંગ પછી તમારા જવાબો પ્રમાણે નક્કી થાય છે.
સામાન્ય લેબ આને પાસ કરી દે. પણ સ્વસ્થ વાળ માટે આ ઓછું છે, એટલે પ્લાન અહીંથી શરૂ થાય.
શોધ. સુધાર. ફોલો-અપ.
એક ટેસ્ટ, એક પ્લાન, અને ફરક બતાવતો એક ફરી ટેસ્ટ.
-
1 · શોધ
ઘરે એક બ્લડ ટેસ્ટ.
અમારી પાર્ટનર લેબના તાલીમ પામેલા ટેક્નિશિયન તમે કહો તે સમયે ઘરે આવીને સેમ્પલ લે છે. ટેસ્ટ તકલીફ પ્રમાણે પસંદ કરેલા હોય છે, કોઈ સામાન્ય પેકેજ નહીં.
-
2 · સુધાર
તમારા માટેનો પ્લાન.
રિઝલ્ટ સાદી ગુજરાતી કે અંગ્રેજીમાં સમજાવીએ છીએ, અને તમારા શરીર અને રોજના ગુજરાતી ખોરાક પ્રમાણે પ્લાન આપીએ છીએ: થાળીમાં શું ઉમેરવું, રોજની ટેવો, અને જરૂર હોય ત્યાં જ સપ્લિમેન્ટ.
-
3 · ફોલો-અપ
ફરી ટેસ્ટ, ફરક જોવા.
લગભગ 3 મહિના પછી જે આંકડા બરાબર નહોતા તે ઘરે ફરી ટેસ્ટ કરીએ છીએ, શું બદલાયું તે બતાવીએ છીએ, અને જરૂર હોય તો પ્લાન બદલીએ છીએ.
સામાન્ય લેબ રિપોર્ટ નથી. એક પ્લાન.
ફક્ત આંકડા એ નથી કહેતા કે હવે શું કરવું. પ્લાન કહે છે.
સામાન્ય લેબ આને પાસ કરી દે. પણ સ્વસ્થ વાળ માટે આ ઓછું છે, એટલે પ્લાન અહીંથી શરૂ થાય.
એક કિંમત. બધું સામેલ.
₹2,999
એક વ્યક્તિ
સેમ્પલ લેવાય તે પહેલાં કેન્સલ કરો તો પૂરું રિફંડ. રિફંડ પોલિસી
- અમદાવાદ કે ગાંધીનગરમાં ઘરે આવીને સેમ્પલ
- તકલીફ પ્રમાણે પસંદ કરેલા ટેસ્ટ, માન્યતા પ્રાપ્ત પાર્ટનર લેબમાં
- દરેક રિઝલ્ટ સાદી ગુજરાતી કે અંગ્રેજીમાં સમજાવેલું
- તમારા શરીર અને રોજના ગુજરાતી ખોરાક પ્રમાણે પ્લાન
- લગભગ 3 મહિના પછી ઘરે ફરી ટેસ્ટ, અને નવો પ્લાન
- આખા સમય દરમિયાન અમારી ટીમનો WhatsApp સપોર્ટ
- ભૂખ્યા પેટે રહેવાની જરૂર નથી.
લોકો પૂછે છે
ઘરે કોણ આવશે?
અમારી માન્યતા પ્રાપ્ત પાર્ટનર લેબના તાલીમ પામેલા ટેક્નિશિયન, WhatsApp પર નક્કી કરેલા સમયે. તેઓ સીલબંધ, એક જ વાર વપરાતી કિટ વાપરે છે, અને આશરે 10 મિનિટ લાગે છે.
ટેસ્ટ કઈ લેબમાં થાય છે?
અમદાવાદની માન્યતા પ્રાપ્ત પાર્ટનર લેબમાં. બુકિંગ કન્ફર્મેશનમાં લેબનું નામ જણાવીએ છીએ, અને લેબનો અસલ રિપોર્ટ પણ અમારા સાદી ભાષાના રિપોર્ટ સાથે મોકલીએ છીએ.
ભૂખ્યા પેટે રહેવું પડશે?
વાળના પેકેજ માટે નહીં. એનર્જી, વજન અને મમ્મી-પપ્પાના પેકેજ માટે સવારે 10 થી 12 કલાક ભૂખ્યા પેટે સેમ્પલ લઈએ છીએ. પાણી પી શકાય. આગલા દિવસે WhatsApp પર સાદી સૂચના મોકલીએ છીએ.
રિઝલ્ટ ક્યારે આવશે?
લેબનું રિઝલ્ટ સામાન્ય રીતે 1 થી 2 દિવસમાં આવે છે. સાદી ભાષાનો રિપોર્ટ અને પ્લાન આશરે એક અઠવાડિયામાં WhatsApp અને ઈમેલ પર મોકલીએ છીએ.
મારો રિપોર્ટ કોણ જોશે?
ફક્ત તમે (અને જેમના માટે બુક કર્યું હોય તે), અમારી ટીમ અને પાર્ટનર લેબ. અમે ક્યારેય હેલ્થની માહિતી જાહેરાત કંપનીઓ સાથે શેર કરતા નથી.
પેમેન્ટ પછી શું થશે?
2 કલાકમાં (સવારે 8 થી રાત્રે 8) WhatsApp પર મેસેજ કરીને સેમ્પલનો સમય નક્કી કરીએ છીએ, થોડા ટૂંકા હેલ્થ પ્રશ્નો પૂછીએ છીએ, અને ભૂખ્યા પેટે રહેવાની સૂચના આપીએ છીએ.
કેન્સલ કરવું હોય તો?
સેમ્પલ લેવાય તે પહેલાં ગમે ત્યારે કેન્સલ કરો, પૂરું રિફંડ મળશે. પછીના તબક્કાની વિગતો રિફંડ પોલિસીમાં છે.
બીજા પેકેજ
- એનર્જી રોજનો થાક જ્યારે ઊંઘ પૂરી થાય છતાં થાક રહે. B12, વિટામિન D, આયર્ન અને થાઇરોઇડ ચેક કરીએ છીએ. ₹3,499 · એક વ્યક્તિ
- વજન ન ઘટતું વજન જ્યારે મહેનતની કમી નથી. ઇન્સ્યુલિન, થાઇરોઇડ અને વધુ ચેક કરીએ છીએ. ₹3,999 · એક વ્યક્તિ
- મમ્મી-પપ્પા મમ્મી-પપ્પાનું હેલ્થ ચેકઅપ તમે ગમે ત્યાંથી બુક કરો, અમે અમદાવાદ કે ગાંધીનગરમાં તેમના ઘરે આવીએ. ₹4,999 · દરેક વ્યક્તિ
માહિતી માટે. તબીબી સલાહ નથી.